શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૧)

રચના : શ્રીહરિરાયજી
ભાવાર્થ : શ્રી રમેશભાઈ પરીખ

(રાગ-બિહાગ)
શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે ।
સદા બસોમન યહ જીવનધન, સબહીનસૌં જુ કહત હૈં ટેરે ।।૧।।
મઘુર વદન અતિ મઘુર નયન, ભ્રોંહયુગ મધુર અલકન કી પાંત ।
મધુર ભાલ અરુ તિલક મઘુર, અતિ મધુર નાસિકા કહી ન જાત ।।૨।।
મધુર અધર રસરૂપ  મધુર  છબિ, મધુર અતિ લલિત કપોલ ।
મધુર શ્રવન  કુંડલનકી ઝલકન, મધુર મકર માનૌં [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૮)

આ ચોથો તબક્કો શ્રીસ્વામિનીજીની સેવાનો છે. અને સ્વામિનીજી પોતાની સાથે અષ્ટસખીઓને પધરાવે છે. એમાં પણ છેલ્લા પાંચ કે છ દિવસ તો સઘન ખેલના છે. કુંજ એકાદશીથી શરૂ થઈને ડોલોત્સવ સુધી. અને આ ખેલ હોરીલીલાનો ખેલ કહેવામાં આવે છે.
પહેલો વસંતલીલાનો ખેલ, બીજો ધમારનો ખેલ, ત્રીજો ફાગનોખેલ અને ચોથો હોરીનો ખેલ.
પહેલો નંદભવનમાં હતો. બીજો પોરીનો – પોળમાં [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૭)

તબક્કાવાર આપણે દર્શન કરી રહ્યાં છીએ. પહેલો વસંતનો તબક્કો હતો. બીજો ધમારનો તબક્કો હતો અને આ ત્રીજો જે તબક્કો છે એ છે ફાગનો તબક્કો. ફાગની અંદર હોળી એ રીતે રમાય છે કે બધા ટોળીઓમાં ઘરમાંથી બહાર નીકળે. ઉછળતા, કૂદતા, નાચતા, ગાતા, બજાવતા, પોતપોતાની મંડળીઓમાં નીકળે. અત્યાર સુધી સિંગપોરીમાં (સિંહપોળમાં) હતા. હવે સિંગપોરીમાંથી ગલીઓમાં જાય છે. [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૬)

એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર.
શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય ।
હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।।
શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન ।
પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।।
સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ ।
ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।
વિક્રમ સં. ૧૬૨૩ મહા વદ સાતમના દિવસે [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૫)

કામનાં પાંચ બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામનાં પાંચ બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વીંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે આ જે કળશ છે એમાં પધરાવેલાં આમ્રમંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૪)

શ્રીગુસાંઈજીએ સંસ્કૃતમાં દાનલીલા લખી છે. એની પૂર્ણાહુતિમાં એમણે એક પંક્તિ લખી છે. ઈતિ શ્રીમદ્‌ વ્રજેશસ્ય તત્પ્રિયાણાં ચ વાંછિતમ્‌ મિત સર્વસ્વ દાનમ્‌ વિઠ્ઠલઃ સ્વાશ્રયે કરો. શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું, એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રીગુસાંઈજી ભાવના કરે છે.
આવાં ગોપીજનોનો પ્રેમ શ્રીઠાકોરજીમાં સહજ છે. શ્રીઠાકોરજીએ પોતે દાન કરેલો છે. એમની સમગ્ર ઈન્દ્રિયો [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૩)

આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં ।
શ્રીશ્યામા પૂરણ શશિમુખ નિરખત, ઉમગ ચલ્યો વ્રજવૃંદાવનમેં ।।૧।।
ઈત રોક્યો જમુના ઉત ગોપી, કછુક ફૈલ પડ્યો ત્રિભુવનમેં ।
ના પરસ્યો કર્મિષ્ઠ અરુ જ્ઞાની, અટક રહ્યો રસિકન કે મનમેં ।।૨।।
મંદમંદ અવગાહત બુદ્ધિબલ, ભક્ત હેત નિત પ્રત છિનછિનમેં ।
કછુક નંદસુવનકી કૃપા તેં સો દેખિયત પરમાનંદ જનમેં ।।૩।।
સમગ્ર વસંતલીલામાં જો આપ જોશો તો ‘આનંદસિંધુ બઢ્યો [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૨)

પહેલાં ચક્ષુપ્રીતિ થાય છે. પ્રેમ કઈ રીતે પ્રવૃત્ત થાય એની એક પ્રક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. લાગાલાગી લોચન કરે નાહક મન જરી જાય. પછી મનસંગઃ થાય. જે વસ્તુ આંખોથી મનમાં-અંતરમાં ઉતરી હોય એ મનની અંદર ઘોળાયા કરે. એટલે આસક્તિ વધે. પછી સંકલ્પોત્પત્તિ થાય. સતત પ્રેમીને મળવા માટે મનમાં સંકલ્પો થયા કરે. એ મળવાનો રસ્તો શોધ્યા કરે. [...]

  • Share/Bookmark

“વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા” (ભાગ-૧)

પુષ્ટિમાર્ગીય ઉત્સવપરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે. વસંતને ઋતુરાજ કહ્યો છે. વસંત ઋતુના માસ તો છે ફાગણ અને ચૈત્ર, પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય. પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થાય. વ્રજભક્તો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે. ભગવદીયો હોરીખેલની [...]

  • Share/Bookmark

સઘન બન ફૂલ્યોરી

બસંત આગમનનું પદ
(રાગઃ માલકૌંસ)
સઘન બન ફૂલ્યોરી કુસુમન ફૂલી સબ બનરાઈ,
ફૂલી બ્રજ યુવતીજન ફૂલે સુંદર વર રતી આઈ. (૧)
જાન પંચમી મિલાપ કરન વૃષભાન સુતા બન આઈ,
રસિક પ્રીતમ પિય અતિ રસમાતે ડોલત કુંજન માઈ. (૨)

[Audio clip: view full post to listen]
(સ્વર – શ્રી ભગવતીપ્રસાદ ગાંધર્વ)

  • Share/Bookmark

« Previous PageNext Page »