પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો?

પરમાત્મા એક જ છે, તો એક પરમાત્માએ જુદા જુદા ધર્મોનો બોધ કેમ કરાવ્યો? એક પરમાત્માને પામવા માટે એક જ ધર્મ કેમ ના બતાવ્યો?
જગતની રચના કરવાનો પરમાત્માનો મૂળ હેતુ તેમના આનંદ માટે ક્રિડા કરવાનો છે. ક્રિડાનો આનંદ ત્યારે જ મળે, જ્યારે ક્રિડામાં વૈવિધ્ય હોય. એકનું એક ભોજન કે પહેરવેશ આપણને કાયમ ગમતાં નથી; તેનાથી કંટાળો [...]

  • Share/Bookmark

‘ધર્મ’ શબ્દનો અર્થ શો છે?

ભાષામાં શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે : (૧) યોગાર્થથી અને (૨) રૂઢાર્થથી. સંસ્કૃત ભાષામાં ક્રિયાવાચક ધાતુ પરથી મોટા ભાગના શબ્દો બને છે. અથવા મૂળ શબ્દોને પ્રત્યયો લાગવાથી નવા શબ્દો બને છે. ધાતુ અથવા પ્રત્યયનો જે અર્થ થતો હોય, તેના આધારે શબ્દનો અર્થ બને છે. આમ, નવો શબ્દ ધાતુ કે પ્રત્યયના જોડાણથી બને છે. [...]

  • Share/Bookmark

ડોલોત્સવ એટલે શું ? પુષ્ટિમાર્ગમાં આ ઉત્સવ કેવી રીતે અને કયા ભાવથી મનાવવામાં આવે છે ?

ડોલ એટલે પત્ર-પુષ્પ વગેરેથી સજાવેલો ઝૂલો. આ ઝૂલામાં શ્રીપ્રભુને ઝૂલાવવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ મનાવાય છે. તે દિવસે પ્રભુને નૂતન વસ્ત્ર, શૃંગાર, સામગ્રી વગેરે અંગીકાર થાય છે. પ્રભુ આખો દિવસ વ્રજભક્તો સાથે અને વ્રજભક્તો પ્રભુ સાથે પરસ્પર હોળી ખેલનો આનંદ માણે છે. કેસૂડો અને વિવિધ રંગોથી ખેલે છે. અને ખેલાવે [...]

  • Share/Bookmark

હોરી ડંડારોપણ ક્યારે થાય, વ્રજમાં કઈ જગ્યાએ થાય, શા માટે થાય?

હોરી ડંડારોપણ પૂનમે થાય છે. વ્રજમાં ગોકુળ-બરસાનાની ગલીઓમાં હોળી ખેલાય છે. ગામની બહાર ચોકમાં ગોપ-ગોપીઓના બે યૂથ વચ્ચે હોળી ખેલાય છે. યમુનાજીના કિનારે, વૃંદાવનમાં, કુંજનિકુંજમાં બધે પ્રભુ વ્રજભક્તો સાથે હોળી ખેલે છે. આમ, જ્યાં જ્યાં હોળી ખેલ થાય છે ત્યાં ત્યાં બધે હોળી ડંડાનું આરોપણ થાય છે. આ ડંડારોપણમાં કામદેવનું આરોપણ થાચ છે. એવો ભાવ [...]

  • Share/Bookmark

હોળીખેલ થાય ત્યારે પ્રભુના ચરણારવિંદ વસ્ત્રથી ઢાંકી દેવામાં કેમ આવે છે?

ભક્તો પ્રભુને હોળી ખેલાવે ત્યારે પ્રભુના ચરણારવિંદ ઉપર વસ્ત્રો ઢાંકી દેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ભક્તો પ્રભુનાં ચરણારવિંદના દર્શન કરે તો, હૃદયમાં દાસ ભાવ આવે અને દાસત્વ આવે તો, પ્રભુ સાથે સખ્યભાવથી હોરી ખેલવાનું શક્ય ન બને. હોરી ખેલની લીલા સખ્યભાવની અને કિશોરલીલાની છે.

  • Share/Bookmark

હોળીના ચાલીસ દિવસ વસંતપંચમીથી કેમ શરૂ થાય છે?

આપણા પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવીને શ્રીઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે. શ્રીઠાકોરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર, શૃંગાર, સામગ્રી, સજાવટ વગેરે અંગીકાર કરાવે છે, એટલું જ નહિ પણ એ સુખમયી સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું બનાવે છે.
હોળી ખેલના ઉત્સવના ચાલીસ દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે. બધા ઉત્સવોમાં [...]

  • Share/Bookmark

શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શો થાય?

‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. આ ત્રણે અહીં લાગુ પડે છે. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે હું જ [...]

  • Share/Bookmark

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે. જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા જોઈએ.
મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ [...]

  • Share/Bookmark

ચરણસ્પર્શ – દંડવત શા માટે કરીએ છીએ?

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?
શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો શ્રીમહાપ્રભુજીની આજ્ઞાને, તર્કવિતર્ક વિનાની, વિશુદ્ધ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરજો.
શ્રીમહાપ્રભુજી તૃતીય સ્કંધના ‘શ્રીસુબોધિનીજી’માં આજ્ઞા કરે છે કે ‘ભગવાનનાં ચરણારવિંદના માહાત્મયનું જ્ઞાન ભક્તિ [...]

  • Share/Bookmark