ચિત્તની વૃત્તિ

શ્રીમહાપ્રભુજી ‘ભક્તિવર્ધિની’ ગ્રંથના ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે છે કેઃ

‘વૈષ્ણવો,  તમારા જીવન માટે જરૂરી સર્વ પ્રકારનો વ્યવહાર તમે ખુશીથી કરો,

તમે વેપાર કરો, નોકરી કરો, ખેતી કરો, ઘરકામ કરો કે વિદ્યાભ્યાસ કરો;

પરંતુ તમારા ચિત્તની વૃત્તિ ભગવાનમાં રાખો.’

આ આજ્ઞા સમજાવવા માટે રસખાનજી એક સુંદર દૃષ્ટાંત આપે છેઃ

‘રસખાન ગોવિંદકો યોં ભજીયે, જૈસે નાગરીકો ચિત્ત ગાગરીમેં.’

એક પનિહારી માથા ઉપર પાણીનું બેડું ભરીને આવતાં

સખી-સાહેલીઓ સાથે રસમય વાતો કરતી ચાલે,

પણ તેનું ચિત્ત માથા ઉપરના બેડામાં જ હોય છે.

તેથી હલનચલન થવા છતાં બેડું પડી જતું નથી.

આમ, આપણે પણ સંસારના સર્વ વ્યવહારો કરતાં કરતાં,

આપણું ચિત્ત પ્રભુમાં સ્થિર રાખી, ગોવિંદને ભજીશું તો જરૂર ગોવિંદ મળશે.

શ્રી દયારામભાઈ ગાય છેઃ

‘જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદે ત્રીકમજીશું તાળી.’

 • Share/Bookmark

Comments

3 Responses to “ચિત્તની વૃત્તિ”
 1. Vinod Shah says:

  Jay Shri Krishna. This web site is excellent and new generation will learn lot about our Shri Mahaprabhuji and Pusti Marg. Who so ever are involved in this creation are truly Vaishnavs in its real sence and they are the blessed souls of Shri Mahaprabhuji. The Path of Grace is for all blessed souls. New generation like to read in English Language. If possible that section may be created with the grace of Shri Mahaprabhuji
  Jay Shri Krishna
  Vinod Shah

 2. shobna manharlal says:

  જય શ્રી કૃષ્ણ બહુજ સુંદર સાઈટ ચાલુકરી છે ખુબજ આનંદ થયો વૈષ્ણવ પરિવાર નો ખુબજ આભાર

 3. shobna manharlal says:

  જય શ્રી કૃષ્ણ બહુજ સુંદર સાઈટ ચાલુકરી છે ખુબજ આનંદ થયો વૈષ્ણવ પરિવાર નો ખુબજ આભાર શ્રી મદ્દ શ્રી મહાપ્રભુજી ના ચરણોમાં વિનંતી કે વૈષ્ણવ પરિવાર કીર્તન તથા ધોળ પદ ને અમે સાંભળી શકીએ તેમ રાગ અને આલાપ સાથે મુકવા વિનંતી કરું છું આશા છે કે વિનંતી ઉરમાં ધરજો j.s.k

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!