શ્રીમહાપ્રભુજીની વધાઈ – શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો

(રચનાઃ શ્રીહરિરાયજી)

(રાગઃ આસાવરી)

શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો ।

સબ ગુણ પૂરણ કરુણાસાગર જહાં મહારસ પૈયે હો ।।૧।।

સુરત હી દેખ અનંગ વિમોહિત તન મન પ્રાન બિકૈયે હો ।

પરમ ઉદાર ચતુર સુખ સાગર અપાર સદા ગુન ગૈયે હો ।।૨।।

સબહિનતે અતિ ઉત્તમ જાની ચરનપર પ્રીત બઢૈયે હો ।

કાન ન કાહૂકી મન ધરિયે વ્રત અનન્ય એક ગ્રહિયે હો ।।૩।।

સુમર સુમર ગુન રૂપ અનુપમ ભવદુઃખ સબ વિસરૈયે હો ।

મુખ વિધુ લાવણ્ય અમૃત ઇક ટક પીવત નાહિ અઘૈયે હો ।।૪।।

ચરનકમલકી નિશદિન સેવા અપને હૃદે બસૈયો હો ।

રસિક કહે સંગીનસો ભવોભવ ઇનકે દાસ કહૈયે હો ।।૫।।

શ્રીહરિરાયજી રચિત આ પદ આપણને શ્રીમહાપ્રભુજીના ચરણકમલનો દ્રઢ આશ્રય રાખવા સમજાવે છે. શ્રીવલ્લભ જેવા સ્વામીને છોડીને અન્યનો આશ્રય શા માટે ન કરવો જોઇએ તે સમજાવે છે.

આપશ્રી કહે છે કે શ્રીવલ્લભ સર્વ ગુણોથી પૂર્ણ અને કરુણાના સાગર સમાન છે. જેમ સાગરમાં પુષ્કળ જળ હોય તેમ આ કરુણાસાગર એવા શ્રીવલ્લભમાં શ્રીપ્રભુનો પૂર્ણ પ્રેમરસ ભરેલો છે. આપશ્રીનું સૌંદર્ય એવું છે કે એ અલૌકિક સૌંદર્યના દર્શનથી અનંગ એટલે કે કામદેવ પણ મોહિત થઇ જાય છે. આવા શ્રીવલ્લભ ઉપર આપણા તન, મન, પ્રાણ ન્યોછાવર કરી દઇએ.

શ્રીવલ્લભ પરમ ઉદાર છે. ચતુર છે. સુખના સાગરરૂપ છે. આવા અપાર ગુણોથી શોભતા શ્રીવલ્લભના ગુણ સદા ભગવદીયો ગાય છે. શ્રીવલ્લભને સૌથી ઉત્તમ ગુરુ માની, સાક્ષાત્ કૃષ્ણસ્વરૂપ માની એમના ચરણોમાં પ્રીતિ રાખે છે. અનન્ય ટેક રાખી શ્રીવલ્લભનો જ આશ્રય રાખે છે. અન્ય કોઇની વાત માનતા નથી. માત્ર વલ્લભના ગુણોને યાદ કરી કરીને, આપશ્રીના અનુપમ સ્વરૂપની અલૌકિકતાને સ્મરીને  યાદ કરીને  પોતાના આ સંસારના સર્વ દુઃખોને ભગવદીયો ભૂલી જાય છે. આવા શ્રીવલ્લભને તજીને કહો કોના શરણે જઇશું?

શ્રીવલ્લભના મુખારવિંદ રૂપી ચંદ્રના લાવણ્યનું પાન કરતાં, એકીટશે આપશ્રીના મુખારવિંદનું દર્શન કરતાં ભક્તો ધરાતાં નથી. શ્રીવલ્લભના ચરમકમલની સેવા નિશદિન પોતાને પ્રાપ્ત થાય એવી અભિલાષા ભક્તો રાખે છે. શ્રીવલ્લભના ચરણકમળ પોતાના હૃદયમાં નિરંતર વસે એવી ભાવના રાખે છે. એટલું જ નહિ પણ શ્રીહરિરાયજી પોતાના સંગી એવા ભગવદીયોને કહે છે કે આપણને તો માત્ર આ જન્મે જ નહિ પણ ભવોભવ  દરેક જન્મમાંશ્રીવલ્લભના જ દાસ થવાનું મળે, દરેક જન્મમાં શ્રીવલ્લભ જ આપણા સ્વામી તરીકે મળે અને આપણે એમના દાસ કહેવાઇએ. અલૌકિક ગુણોથી સભર ભરેલા, કૃષ્ણરસથી ભરેલા, પરમ ઉદાર, કરૂણાના સાગર, શ્રીકૃષ્ણની અલૌકિક શોભાને ધારણ કરનારા, ચતુર ચિંતામણિ સ્વરૂપ શ્રીવલ્લભ સ્વામી તરીકે પ્રા થયા પછી અન્યનો આશ્રય કરવાની શું જરૂર છે!

 • Share/Bookmark

Comments

2 Responses to “શ્રીમહાપ્રભુજીની વધાઈ – શ્રીવલ્લભ તજ અપનો ઠાકુર કહો કોનપેં જઇએ હો”
 1. Nayana.S.Shah says:

  Jashrikrishna

  There is no word to describe my comment.But, certainly very nice Bhavarth of kirtan is given.I have obtain print also and assure you that i wll circulate ro rhe vaishnavs eho are having interest in Kirtan.i again request you to give Bhavarth of Ashray’s Pad.
  Jaishrikrishna
  From
  Nayana. S.Shah
  Advocate

 2. Shah Nayana Shishir kumar says:

  As above

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!