• ટ્રસ્ટની પ્રવૃત્તિઓ
  • બાલપુષ્ટિ
  • વૈષ્ણવ પરિવાર
  • ટ્રસ્ટના પ્રકાશનો
  • ફોટો ગેલેરી
  • પુષ્ટિ ગીત

 
Shri Rameshbhai Parikh Smruti Paritoshik

શ્રી રમેશભાઈ પરીખ સ્મૃતિ પારિતોષિક

બાળકોને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું જ્ઞાન અને પુષ્ટિમાર્ગીય કલાઓમાં કોશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહન મળે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય તે હેતુથી, શ્રી હરસાનીજી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી, દર વર્ષે, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

કીર્તનસ્પર્ધા, પુષ્ટિમાર્ગીય ક્વીઝ, ચિત્રસ્પર્ધા અને અંગ્રેજી વક્તૃત્વસ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજાય છે. પ થી ૨૫ વર્ષનાં બાળકો યુવાનો તેમાં ઉત્સાહભેર ભાગ લે છે. વિજેતાઓને લગભગ રૂા. ૪૫,૦૦૦/ ઉપરાંતના રોકડ પારિતોષિકો શ્રીમતી કુસુમબેન અરુજીસ, શ્રી બકુલાબેન પટેલ અને શ્રી લાલજીભાઈ દાવડા પરિવારના મનોરથ સ્વરૂપે આપવામાં આવે છે.

ખૂબ આનંદની વાત છે કે આ પારિતોષિકોમાં એક પારિતોષિકનો ઉમેરો થયેલ છે. માર્ચ-૨૦૦૫ માં ગુજરાત સ્ટેટ સેંકડરી એક્ઝામીશેન બોર્ડ અને ગુજરાત સ્ટેટ હાયર સેકંડરી એક્ઝામીનેશન બોર્ડ તરફથી લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના બાળકોમાંથી સૌથી વધુ ગુણ મેળવનાર, પ્રથમ ત્રણ ક્રમાંકનાં બાળકોને શ્રી હરસાનીજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, મહેસાણા તરફથી શ્રી રમેશભાઈ પરીખની પાવન સ્મૃતિમાં શ્રી રમેશભાઈ સ્મૃતિ પારિતોષિક રોકડ સ્વરૂપમાં એનાયત થઈ રહ્યું છે.

શ્રી હરસાનીજી પ. ચે. ટ્રસ્ટને, શ્રી રમેશભાઈ પરીખની સ્મૃતિમાં આ પારિતોષિકો આપવા માટે, શ્રી અર્જુન ફાઉન્ડેશન, (અમેરિકા) ના નેજા હેઠળ શ્રી નવનીતભાઈ સી. શાહ અને શ્રી ધર્મેશ એન. શાહ (ન્યુ જર્સી, અમેરિકા) તરફથી રૂા. એક લાખનું માતબર દાન મળ્યું છે.

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનાં જે બાળકો શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરે તેમને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરી, પ્રોત્સાહિત કરવાના શુભ આશયથી અપાયેલા આ અભિનંદનીય અને અનુકરણીય દાન માટે, શ્રી હરસાનીજી પ. ચે. ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ, શ્રી અર્જુન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સાનંદ આભાર માની શ્રી પ્રભુ તેમની પાસે સંપ્રદાયનાં બાળકોના ઉત્કર્ષ માટે આવાં સુંદર કાર્યો વધુ ને વધુ પ્રમાણમાં કરાવે તેવી શુભેચ્છા સાથે તેનો સ્વીકાર કરેલ છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ધરાવનાર બાળકો સાંપ્રદાયિક ક્ષેત્રમાં પણ આગળ આવે અને તેમની શક્તિઓનો લાભ સંપ્રદાયને મળે તે શુભેચ્છા સાથે, આ પારિતોષિકોની શરૂઆત કરવામાં આવી છે.

પારિતોષિકો નીચે પ્રમાણે અપાય છે.

(૧) ધો-૧૦

પ્રથમ નંબર રૂા. ૧૦૦૧

દ્વિતીય નંબર રૂા. ૭૦૧

તૃતિય નંબર  રૂા. ૫૦૧

(૨) ધો-૧૨ સામાન્ય પ્રવાહ

પ્રથમ નંબર  રૂા. ૧૦૦૧

દ્વિતિય નંબર રૂા. ૭૦૧

તૃતિય નંબર  રૂા. ૫૦૧

(૩) ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ

પ્રથમ નંબર રૂા.૧૦૦૧

દ્વિતિય નંબર રૂા. ૭૦૧

તૃતિય નંબર રૂા. ૫૦૧

ડિસેમ્બર માસમાં યોજાતી સ્પર્ધાઓના સ્થળે પૂ. ગો. આચાર્યચરણનોના વરદ હસ્તે છેલ્લા ચાર વર્ષથી આ પારિતોષિકો એનાયત થાય છે.


Related Links
ટ્રસ્ટની પ્રવૃત્તિઓ શ્રી રમેશભાઈ પરીખ વિષે સમાચાર
ઓનલાઈન બાલપુષ્ટિ ઓનલાઈન વૈષ્ણવ પરિવાર પુષ્ટિ ગીત
બેઠકજી નવનિર્માણ/જીર્ણોદ્ધાર પુષ્ટિ ભક્તિ પ્રચાર યાત્રા શ્રીહરસાનીજી બાલ-યુવા સન્માન પારિતોષિક સ્પર્ધા
શ્રીહરસાનીજી સન્માન એવોર્ડ શ્રીહરસાનીજી સારસ્વત એવોર્ડ શ્રી પૂનમચંદ સાંકળચંદ દોશી વ્રજભૂમિ રૈનબસેરા
શ્રી રમેશભાઈ પરીખ સ્મૃતિ પારિતોષિક વૈષ્ણવ પરિવાર નિધિ ફંડ
મુખપૃષ્ઠ | ટ્રસ્ટની પ્રવૃત્તિઓ | બાલપુષ્ટિ | ઓનલાઈન બાલપુષ્ટિ | વૈષ્ણવ પરિવાર | ઓનલાઈન વૈષ્ણવ પરિવાર | ફોટો ગેલેરી | ટ્રસ્ટના પ્રકાશનો | સમાચાર | પુષ્ટિ ગીત | સંપર્ક | પૂછપરછ
Powered by iMaze Technology. Copyrights 2010 © All rights reserved.
Loading...