શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી

(રસાસ્વાદઃ શ્રી રમેશભાઈ પરીખ, મહેસાણા)

શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી,
હૃદય-પુલિન અંતઃ બંસીબટ;
રોમ કદંબ કી છાઁહી. (૧)

અનન્યતા અંબર, ભાવ-ભૂષણ,
વિપ્રયોગ કી ગલબાંહી;
સર્વાત્મ કી શિશ બેની સોહે,
પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી. (૨)

મત્તમયૂર નાચે મન મધુર,
દેખી રૂપ ભર્યો ઠાંહી;
લે ચલ સખીરી વે વૃંદાવન,
શ્રીવલ્લભચરણ સરોવર જાઁહી. (૩)

         “વલ્લભ” એટલે વહાલા. “શ્રી”ના તો અનેક અર્થ. શ્રીસ્વામિનીજી, વ્રજભક્તો, શ્રીઠાકોરજી – એ સૌના વહાલા તે શ્રીવલ્લભ. તેથી શ્રીછીતસ્વામીજીએ ગાયું-

“ગોવલ્લભ, શ્રીગોવર્ધન-વલ્લભ, શ્રીવલ્લભ ગુન ગિને ન જાઈ.”

આવા શ્રીવલ્લભને વ્રજવાસ પ્રિય છે. “પ્રિયવ્રજસ્થિતિઃ”. તેમાંય શ્રીગિરિગોવર્ધન વિશેષ પ્રિય છે. “ગોવર્ધનસ્થિત્યુત્સાહસ્તલીલાપ્રેમપૂરિતઃ” ત્યાં વૃંદાવનવાસ તો સૌથી વધુ પ્રિય છે. “વૃંદાવનપ્રિયઃ” કારણ કે ત્યાં જ અખંડ રાસની “નિત્ય નૌતન નિત્ય લીલા” છે. શ્રીસ્વામિની-સ્વરૂપે આપ તે લીલામાં વિહરે છે અને આચાર્યસ્વરૂપે આપનું અંતઃકરણ તે લીલામાં વિલસે છે.

શ્રીવલ્લભના આવા દિવ્ય સ્વરૂપનો અનુભવ જે બડભાગી ભક્તોને થયો, તેમણે ભાવવિભોર બનીને ગાયું- “શ્રીવલ્લભ રાજે રાસમંડલ માંહી.” શ્રીવલ્લભ રાસમંડલમાં શોભી રહ્યા છે.

પુષ્ટિજીવોનો મોક્ષ-ઉદ્ધાર એટલે પ્રભુની અલૌકિક રાસલીલાની પ્રાપ્તિ. “આપ સેવા કરી શીખવે શ્રીહરિ.” એ રીતે “આચરતિ આચરયતિ ચ ઇતિ આચાર્યઃ”. જે આચરણ દ્વારા ઉપદેશ આપે તે આચાર્ય. આચરણ અને ઉપદેશ એક જ હોય તે આચાર્ય. શ્રીવલ્લભ આવા “આચાર્ય” છે; તેથી આપે પોતાના આચરણ દ્વારા આપણને – પુષ્ટિજીવોને અલૌકિક રાસમંડલની પ્રાપ્તિના દિવ્ય માર્ગનો ઉપદેશ આપ્યો છે.

“હૃદયપુલિન” – આપનું હૃદય પુલિન એટલે યમુનાતટ છે. “અંતઃ બંસીબટ” – અંતઃકરણ બંસીબટ છે. “રોમ કદંબ કી છાઁહી” – આપના રોમ રોમ કદંબની વૃક્ષાવલી છે. આપનું બાહ્ય અને ભીતર શ્રીઅંગ પ્રભુ પ્રેમથી ભર્યું ભર્યું, શ્યામના સુખ માટે શ્યામને સમર્પિત છે.

“અનન્યતા અંબર” – આપે દૃઢ અનન્યતા રૂપી વસ્ત્ર ધર્યાં છે. વસ્ત્રથી શરીરની મર્યાદા સચવાય, તેમ અનન્યતાથી ભક્તિ સચવાય. “ભાવ-ભૂષણ” – ભગવદ્ ભાવરૂપી આભૂષણથી આપ શોભે છે. “વિપ્રયોગ કી ગલબાઁહી” – આપે વિપ્રોગને આલિંગન આપ્યું છે, અર્થાત્ સદા પ્રભુના વિપ્રયોગમાં આપ ડૂબેલા રહે છે. “સર્વાત્મ કી શીશ બેની સોહે” – સર્વાત્મભાવ – ભક્તિની સર્વોપરિ વ્યસન-અવસ્થા, તે જાણે આપના મસ્તકની કેશ રાશિ છે. પ્રભુમાં આપનો પૂર્ણ નિરોધ છે. “પ્રતિબિંબિત દીનતા દર્પણ માંહી” – આપની દીનતા આપના જીવનરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે.

આ સર્વને લઈને આપનો મનમયૂર પ્રભુમાં રસમસ્ત બની નાચે છે. મધુરાધિપતિના અંગ અંગમાં ઠાંસી ઠાંસીને ભરેલા રૂપને નીરખી એ મનમયૂર નૃત્ય કરે છે.

હે સખી, જ્યાં આવા આપણા અલૌકિક આચાર્યચરણનાં ચરણારવિંદરૂપી ચંદ્રસરોવર બિરાજે છે, ત્યાં તું મને લઈ જા. આપની કૃપાથી આપની આજ્ઞાના પાલનથી-આપણને પુષ્ટિમોક્ષ (રાસલીલાની દિવ્ય પ્રાપ્તિ) મળશે.

શ્રીવલ્લભાષ્ટક

શ્રીમદ્-વૃન્દાવનેન્દુ-પ્રકટિત-રસિકાનન્દ-સન્દોહરૂપ-

સ્ફૂર્જદ્-રાસાદિલીલામૃતજલધિભરાક્રાન્ત-સર્વોઽપિ શશ્વત્ ।।

તસ્યૈવાત્માનુભાવ-પ્રકટન-હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસીદ્

ભૂમૌ યઃ સન્મનુષ્યાકૃતિરતિ-કરુણસ્તં પ્રપદ્યે હુતાશમ્ ।।૧।।

 

નાવિર્ભૂયાદ્ ભવાંશ્ચેદધિ-ધરણિ-તલં ભૂતનાથોદિતાસન્

માર્ગધ્વાન્તાન્ધતુલ્યા નિગમપથગતૌ દેવસર્ગેઽપિ જાતાઃ ।।

ઘોષાધીશં તદેમે કથમપિ મનુજાઃ પ્રાપ્નુયુર્નૈવ દૈવી

સૃષ્ટિર્વ્યર્થા ચ ભૂયાન્નિજ-ફલ-રહિતા દેવ વૈશ્વાનરૈષા ।।૨।।

 

નહ્યન્યો વાગધીશાચ્છ્રુતિગણવચસાં ભાવમાજ્ઞાતુમીષ્ટે

યસ્માત્ સાધ્વી સ્વભાવં પ્રકટયતિ વધૂરગ્રતઃ પત્યુરેવ ।।

તસ્માચ્છ્રીવલ્લભાખ્ય ત્વદુદિતવચનાદન્યથા રૂપયન્તિ

ભ્રાન્તા યે તે નિસર્ગત્રિદશરિપુતયા કેવલાન્ધન્તમોગાઃ ।।૩।।

 

પ્રાદુર્ભૂતેન ભૂમૌ વ્રજપતિ-ચરણામ્ભોજ-સેવાખ્ય-વર્ત્મ-

પ્રાકટ્યં યત્ કૃતં તે તદુત નિજકૃતે શ્રીહુતાશેતિ મન્યે ।।

યસ્માદસ્મિન્ સ્થિતો યત્ કિમપિ કથમપિ ક્વાપ્યુપાહર્તુમિચ્છ-

ત્યદ્ધા તદ્ ગોપિકેશઃ સ્વવદનકમલે ચારુહાસે કરોતિ ।।૪।।

 

ઉષ્ણત્વૈક-સ્વભાવોઽપ્યતિ-શિશિરવચઃપુઞ્જ-પીયૂષવૃષ્ટિર્-

આર્તેષ્વત્યુગ્ર-મોહાસુર-નૃષુ યુગપત્ તાપમપ્યત્ર કુર્વન્ ।।

સ્વસ્મિન્ કૃષ્ણાસ્યતાં ત્વં પ્રકટયસિ ચ નો ભૂતદેવત્વમેતદ્

યસ્માદાનન્દદં શ્રીવ્રજજનનિચયે નાશકં ચાસુરાગ્નેઃ ।।૫।।

 

આમ્નાયોક્તં યદમ્ભો ભવનમનલતસ્તચ્ચ સત્યં વિભો યત્

સર્ગાદૌ ભૂતરૂપાદભવદનલતઃ પુષ્કરં ભૂતરૂપમ્ ।।

આનન્દૈકસ્વરૂપાત્ ત્વદધિભુ યદભૂત્ કૃષ્ણસેવારસાબ્ધિશ્

ચાનન્દૈક-સ્વરૂપસ્તદખિલમુચિતં હેતુસામ્યં હિ કાર્યે ।।૬।।

 

સ્વામિન્ શ્રીવલ્લભાગ્ને ! ક્ષણમપિ ભવતઃ સન્નિધાને કૃપાતઃ

પ્રાણપ્રેષ્ઠ-વ્રજાધીશ્વર-વદન-દિદૃક્ષાર્તિ-તાપો જનેષુ ।।

યત્પ્રાર્દુભાવમાપ્નોત્યુચિતતરમિદં યત્તુ પશ્ચાદપીત્થં

દૃષ્ટેઽપ્યસ્મિન્ મુખેન્દ્રૌ પ્રચુરતરમુદેત્યેવ તચ્ચિત્રમેતત્ ।।૭।।

 

અજ્ઞાનાદ્યન્ધકાર-પ્રશમનપટુતા-ખ્યાપનાય ત્રિલોક્યમ્

અગ્નિત્વં વર્ણિતં તે કવિભિરપિ સદા વસ્તુતઃ કૃષ્ણએવ ।।

પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ-નિગમાદ્યુક્ત-માનૈરવેત્ય

ત્વાં શ્રીશ્રીવલ્લભેમે નિખિલબુધજનાઃ ગોકુલેશં ભજન્તે ।।૮।।

 

।। ઇતિ શ્રીમદ્​વિટ્ઠલદીક્ષિતવિરચિતં શ્રીવલ્લભાષ્ટકં સમ્પૂર્ણમ્ ।।

હિંડોળાનું પદ – હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ

હિંડોળાનું પદ

(રાગ-મલ્હાર)

હિંડોરે માઈ ઝૂલત ગિરિધરલાલ ।

સંગ ઝૂલત વૃષભાન નંદિની, બોલત બચન રસાલ ।।૧।।

પિય સિર પાગ કસુંબી સોભિત, તિલક બિરાજત ભાલ ।

પ્યારી પહેરે કસુંબી ચોલી, ચંચલ નયન બિસાલ ।।૨।।

તાલ મૃદંગ બાજે બહુ બાજત, આનંદ ઉર ન સમાત ।

શ્રીવલ્લભ પદ રજ પ્રતાપ તેં, નિરખ ‘રસિક’ બલ જાત ।।૩।।

જન્માષ્ટમીની વધાઈ – સબ મિલિ મંગલ ગાવો માઈ

જન્માષ્ટમીની વધાઈ

(રાગ-ધનાશ્રી)

સબ મિલિ મંગલ ગાવો માઈ ।

આજ લાલકો જન્મ દ્યોસ હૈ, બાજત રંગ વધાઈ ।।૧।।

આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ ।

કરો સિંગાર શ્યામ સુંદર કો, ચોવા ચંદન મેદ ।।૨।।

આનંદ ભરી નંદજૂકી રાની ફૂલી અંગ ન સમાઈ ।

‘પરમાનંદદાસ’ તિહીં ઔસર બોહોત ન્યોછાવરિ પાઈ ।।૩।।

શ્રીવલ્લભ મધુરાકૃતિ મેરે (ભાગ-૮)

મધુર અંગ આભૂષન ભૂષિત, મધુર ઉર સ્થલ રૂપ સમાજ ।
અતિ વિસાલ જાનુ અવલંબિત, મધુર બાહુ પરિરંભન કાજ ॥૫॥
મધુર ઉદર, કટિ મધુર, જાનુ યુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ ।
મધુર ચરન કી રેનુ નિરંતર, જનમ જનમ માંગત ‘હરિદાસ’ ॥૬॥

હવે પાંચમી અને છઠ્ઠી કડીમાં શ્રીવલ્લભના શેષ શ્રીઅંગની માધુરી શ્રીહરિરાયજી વર્ણવે છે.

‘મધુર અંગ આભૂષણ ભૂષિત’– શ્રીવલ્લભનું શ્રીઅંગ ત્રણ પ્રકારનાં આભૂષણોથી મધુર છે. (૧) શાસ્ત્રોમાં બતાવેલાં આભૂષણો, જેમકે કર્ણનું આભૂષણ જ્ઞાન છે. કંઠનું આભૂષણ સત્ય છે. હાથનું આભૂષણ દાન છે. શ્રીવલ્લભ જ્ઞાન, સત્ય અને દાનરૂપી આભૂષણોથી મધુર લાગે છે. (૨) શ્રીભાગવતની સર્વ પદાવલિઓ આપના શ્રીઅંગને આભૂષિત કરે છે. આપના કંઠમાં આ પદાવલિઓ હારાવલિ રૂપે બિરાજે છે. કર્ણમાં કુંડળ રૂપે, હસ્તમાં કંકણ અને બાજુબંધ રૂપે, તથા મસ્તકે મુકુટરૂપે જાણે બિરાજે છે. (૩) શ્રીવૃંદાવન નવનિકુંજની રસમય લીલાલહેરીઓથી આપ આભૂષિત છે. તેને લઈને આપનું રોમ-રોમ મધુર છે.

‘મધુર ઉરસ્થલ રૂપ સમાજ’ શ્રીમહાપ્રભુજીએ સ્વયં પોતાના હૃદયની અલૌકિકતા ‘નમામિ હૃદયે શેષે…’ શ્ર્લોકમાં બતાવી છે. પ્રભુનો લીલારસ મહાક્ષીરસાગર છે. જેમ ક્ષીરસાગરમાં શેષનાગ રૂપી શય્યા પર ભગવાન નારાયણ પોઢેલા છે અને લક્ષ્મીજી તેમની ચરણસેવા કરે છે; તેમ શ્રીવલ્લભના હૃદયમાં શ્રીપૂર્ણ પુરુષોત્તમ કલાનિધાન બિરાજમાન છે અને હજારો લક્ષ્મીરૂપા ગોપીજનો તેમની સેવા કરી રહ્યાં છે. આવું અલૌકિક શ્રીવલ્લભનું હૃદય છે. એનો અનુભવ શ્રીહરિરાયજીને થયો છે. આજ્ઞા કરે છે કે આપનું ઉરસ્થલ – હૃદય વ્રજલીલાપરિકરના રૂપકડા સમાજથી મધુર-મધુર છે.

બીજી રીતે પણ આ પંક્તિનો ભાવ વિચારવા જેવો છે. શ્રીઠાકોરજીના સંયોગસ્વરૂપનાં દર્શન નેત્રોથી થયા પછી, એ સ્વરૂપ માટે જ્યારે અંત:કરણમાં વિરહ વધે, ત્યારે વિપ્રયોગ ધર્મ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપે અંત:કરણમાં અનુભવ થાય છે. વિપ્રયોગધર્મી સ્વરૂપે એક જ સમયે અનેક લીલાઓનો અનુભવ એક સાથે થાય છે. આ જ પુષ્ટિમાર્ગનો પરમ મોક્ષ છે. ફળ છે. ‘આંતરં તુ પરં ફલમ્.’

શ્રીપરમાનંદદાસજીએ શ્રીવલ્લભની સન્મુખ ‘હરિ તેરી લીલા કી સુધિ આવે’ પદ ગાયું, ત્યારે શ્રીવલ્લભ આ અનુભવમાં ત્રણ દિવસ-રાત મૂર્ચ્છિત રહ્યા હતા. આવો ઉરપ્રદેશ શ્રીવલ્લભનો છે.

‘અતિ વિસાલ જાનુ અવલંબિત’– જાનુ એટલે નિતંબ. આપ સુકોમળ હોવા છતાં આપના નિતંબ અતિ પુષ્ટ છે. પુષ્ટ નિતંબ સ્ત્રીસૌંદર્યનું એક અંગ છે. એક લક્ષણથી સમગ્ર સ્વરૂપની શોભા કહેવાની કાવ્યની એક વિશેષતા હોય છે. એ મુજબ પુષ્ટ નિતંબના સૌંદર્ય લક્ષણથી એમ સૂચવ્યું કે આપના શ્રીઅંગમાં શ્રીસ્વામિનીજીનાં સ્વરૂપનું માર્દવ અને લાલિત્ય પણ છે.

શ્રીવલ્લભ ‘પ્રિયવ્રજસ્થિતિ:’ છે. વ્રજમાં બિરાજવું આપને વિશેષ પ્રિય છે. વ્રજમાં પ્રભુની લીલા નિત્ય બિરાજમાન છે. શ્રીવલ્લભની ગોદમાં શ્રીજીબાવા વારંવાર બિરાજે છે. શ્રીમથુરાનાથજી કર્ણાવલમાં પ્રગટ થયા, પછી શ્રીમહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા હતા. પુષ્ટ નિતંબોવાળી ગોદ પ્રભુને બિરાજવા માટે સુખદ બને છે. પ્રભુની સ્વરૂપમાધુરીના આસ્વાદથી આપના નિતંબો પુષ્ટ બન્યા છે.

‘મધુર બાહુ પરિરંભન કાજ’ – પરિરંભન એટલે આલિંગન, શ્રીવલ્લભ આજાનબાહુ છે. સીધા ઊભા રહેતાં, હાથ ઢીંચણથી નીચે અડકે, તેટલા લાંબા હાથવાળી વ્યક્તિ આજાનબાહુ કહેવાય. શ્રીવલ્લભના બાહુ આવા અતિ દીર્ધ છે. શ્રીનાથજીના પ્રથમ મિલન સમયે આ બાહુઓના પાશમાં જ શ્રીજી બંધાઈ ગયા હતા. શ્રીઠાકોરજીને આલિંગતા આ બાહુ મધુર હોય જ!

હવે શ્રી હરિરાયજી છેલ્લી કડીમાં અન્ય સર્વ અંગોની મધુરતાનું ફરીથી નિરૂપણ કરે છે. ‘મધુર ઉદર, કટિ મધુર, જાનુયુગ મધુર, ચરનગતિ સબ સુખ રાસ.’ – આપના ઉત્તરીય વસ્ત્ર – ઉપરણા – ના સરકવાથી ક્યારેક આપના ઉદરપ્રદેશનાં દર્શન થાય છે. મધુર લીલારસના સતત પાનથી તે મધુર છે. આપની કટિ પણ નમણી અને મધુર છે. જાનુયુગ એટલે બંને નિતંબ. એ પણ મધુર છે.

આપના ચરણારવિંદની ચાલ તો સર્વ સુખોના સમૂહ જેવી અતિ લચકીલી, ગજગતિવાળી છે.

‘મધુર ચરનકી રેનુ નિરંતર’ – આપનાં ચરણારવિંદ અને એની ચરણરજનો મહિમા તો અપરંપાર છે. જેમ ભગવાનનાં બે ચરણોમાં પુષ્ટિ ભક્તિ અને મર્યાદાભક્તિ બિરાજમાન છે, તેમ શ્રીવલ્લભનાં બે ચરણોમાં પુષ્ટિ શરણાગતિ અને પુષ્ટિસમર્પણભાવના સદૈવ બિરાજમાન છે. ભગવાનના શ્રીઅંગનો દિવ્ય આનંદરસ આપનાં ચરણોમાં અકત્ર થતાં, ભક્તો એની પ્રાપ્તિ માટે, ભગવાનનાં બે ચરણકમળોનો દ્રઢ આશ્રય કરી કહે છે, તેમ પુષ્ટિભક્તો શ્રીવલ્લભનાં બે ચરણકમળોનો દ્રઢાશ્રય કરી, વલ્લભાશ્રિત બનીને રહે છે. ભગવાનનાં ચરણકમળોની જેમ શ્રીવલ્લભનાં ચરણકમળો પણ જેના મસ્તકે બિરાજે તેને નિરંતર અભય આપે છે.

વળી શ્રી દામોદરદાસ હરસાનીજી જેવા ઘણા ભગવદીયોયે શ્રીવલ્લભનાં પાદુકાજી સ્વરૂપે શ્રીવલ્લભનાં ચરણ સેવ્યાં છે. ઘણાં ભગવદીયોયે વસ્ત્ર પર શ્રીવલ્લભનાં ચરણની કુમકુમ મંડિત છાપની સેવા કરી છે.

શ્રીવલ્લભનાં અલૌકિક ચરણકમળોના સ્પર્શથી ધરતીની રજ પણ ધન્ય બની છે. જેમ શ્રીરામના ચરણસ્પર્શે જડ શિલા જીવતી અહલ્યા બની ગઈ, તેમ શ્રીવલ્લભચરણસ્પર્શે ધરતીની જડ રજ પણ અલૌકિક રૂપા બની ગઈ. અધમોનો ઉદ્ધાર આ ચરણરજથી જ થઈ ગયો. જે જે સ્થાનોમાં શ્રીવલ્લભ સ્વયં જીવોના ઉદ્ધાર માટે પધારી ન શક્યા ત્યાં આપની ચરણરજ ઊડતી ઊડતી પહોંચી ગઈ. ત્યાં જે જીવોને આ ચરણરજનો સ્પર્શ થયો તે સર્વ જીવોનો મોક્ષ થઈ ગયો. ‘તે તામસનાં અઘ હર્યાં વ્હાલે, પ્રતાપ પદરજ ગંધ.’

શ્રીમહાપ્રભુજીનાં જ્યેષ્ઠકુમાર શ્રીગોપીનાથજીએ ‘સાધનદીપિકા’ ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં આ ચરણરજનો  મહિમા ગાતાં આજ્ઞા કરી કે જેમ દુનિયાના લોકો સ્વર્ગના કલ્પવૃક્ષની અભિલાષા સેવે છે, તેમ અમારા માટે પિતૃચરણનાં ચરણકમળોની રજ કામધેનુ સમાન છે.

શ્રીગુસાંઈજીએ આજ્ઞા કરી કે શ્રીવલ્લભની આ ચરણરજ આપણી સર્વ ચિંતાઓનો નાશ કરનારી છે.

શ્રીવલ્લભના ચરણસ્પર્શ દ્વારા આ દિવ્ય ચરણરજ પ્રાપ્ત થાય. આથી શ્રીહરિરાયજી છેલ્લે આજ્ઞા કરે છે કે ‘જનમ જનમ માગત હરિદાસ.’ શ્રી હરિરાયજી જન્મોજન્મ આ ચરણરજ માગે છે.

‘વહ્મિધૂમન્યાય’ પ્રમાણે જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય. તેથી જ્યાં ધૂમાડો દેખાય ત્યાં અગ્નિ અવશ્ય હોય. જ્યાં શ્રીવલ્લભની ચરણરજ બિરાજે, જ્યાં ચરણકમલ બિરાજે, ત્યાં શ્રીવલ્લભ પણ બિરાજતા જ હોય. આથી આપની ચરણરજ પ્રાપ્ત થાય ત્યારે આપ પોતે પણ અવશ્ય પ્રાપ્ત થાય જ.

શ્રીવલ્લભસ્વરૂપ ન માગતાં શ્રીવલ્લભ ચરણરજ માગીને શ્રીહરિરાયજીએ દીનતા અને નિ:સાધનતાનાં દર્શન કરાવ્યાં છે.

આ પદની છ કડીઓ શ્રીવલ્લભના અલૌકિક છ ધર્મોનો બોધ કરાવે છે. પહેલી કડીમાં શ્રીવલ્લભને ‘જીવનધન’ કહ્યા. તે શ્રીવલ્લભનું ‘ઐશ્ર્વર્ય’ સ્વરૂપ છે. બીજી કડીમાં શ્રીવલ્લભનાં વદનારવિંદની મધુરતા વર્ણવી છે. શ્રીવલ્લભનું ‘શ્રી’ સ્વરૂપ છે. ત્રીજી કડીમાં શ્રીવલ્લભનાં અધરરસનું નિરૂપણ કર્યું. તે આપનું ‘યશ’ સ્વરૂપ છે. ચોથી કડીમાં આપનાં ગુણો વર્ણવ્યા. તે ‘વીર્ય’ સ્વરૂપ છે. પાંચમી કડીમાં આપના અલૌકિક દેહનું વર્ણન કર્યું. તે જ્ઞાન સ્વરૂપ છે. છઠ્ઠી કડીમાં આપની ચરણરજ માંગી. તેમાં આપનું ‘વૈરાગ્ય’ સ્વરૂપ છે.

આમ આ પદમાં છ કડીઓમાં શ્રીવલ્લભના ષડધર્મોનું નિરૂપણ કરતાં તે દ્વારા આપના ‘મધુરાકૃતિ’ ધર્મી સ્વરૂપનું નિરૂપણ કર્યું. આવા શ્રીવલ્લભની મધુરતાને માણવા આપણે ક્યારે ભાગ્યશાળી થઈશું?

(સંપૂર્ણ)

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્ર (શ્રીસપ્તશ્લોકી)

શ્રીસ્ફુરત્કૃષ્ણપ્રેમામૃતસ્તોત્રમાં શ્રીગુસાંઈજીએ શ્રીમહાપ્રભુજીના ગુણોનું વર્ણન કર્યું છે. પહેલા શ્લોકમાં ધર્મીસ્વરૂપનું વર્ણન અને ત્યારપછીના શ્લોકોમાં શ્રીવલ્લભના છ ગુણ – ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ કર્યું છે.

(છંદ-શિખરિણી)

સ્ફુરત-કૃષ્ણ-પ્રેમામૃત-રસ-ભરેણાતિ-ભરિતા,

વિહારાન્ કુર્વાણા વ્રજપતિ-વિહારાબ્ધિષુ સદા ।

પ્રિયા ગોપીભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ,

પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિઃ સકરુણા ।।૧।।

(છંદ-આર્યા)

શ્રીભાગવત–પ્રતિપદ–મણિવર–ભાવાંશુ–ભૂષિતા મૂર્તિઃ ।

શ્રીવલ્લભાભિધા નસ્તનોતુ નિજદાસસ્યસૌભાગ્યમ્ ।।૨।।

(છંદ-શાર્દૂલવિક્રીડિત)

માયાવાદતમોનિરસ્ય મધુભિત્–સેવાખ્ય-વર્ત્માદ્​ભુતમ્

શ્રીમદ્-ગોકુલનાથ-સંગમસુધા-સમ્પ્રાપકં તત્ક્ષણાત્ ।

દુષ્પાપં પ્રકટીચકાર કરુણા-રાગાતિ-સમ્મોહનઃ

સ શ્રીવલ્લભ-ભાનુરુલ્લસતિ યઃ શ્રીવલ્લવીશાંતરઃ ।।૩।।

(છંદ-શિખરિણી)

ક્વચિત્ પાણ્ડિત્યં ચેન્ન નિગમગતિઃ સાપિ યદિ ન

ક્રિયા સા સાપિ સ્યાત્ યદિ ન હરિમાર્ગે પરિચયઃ ।

યદિ સ્યાત્ સોપિ શ્રીવ્રજપતિ-રતિર્ નેતિ નિખિલૈઃ

ગુણૈરન્યઃ કો વા વિલસતિ વિના વલ્લભવરમ્ ।।૪।।

(છંદ-શાર્દૂલવિક્રીડિત)

માયાવાદિ-કરીન્દ્ર-દર્પ-દલનેનાસ્યેન્દુ-રાજોદ્​ગતઃ

શ્રીમદ્​-ભાગવતાખ્ય-દુર્લભ-સુધા–વર્ષેણ વેદોક્તિભિઃ ।

રાધાવલ્લભ-સેવયા તદુચિત–પ્રેમ્ણોપદેશૈરપિ

શ્રીમદ્-વલ્લભનામધેય-સદૃશો, ભાવી ન ભૂતોઽસ્ત્યપિ ।।૫।।

(છંદ-પૃથ્વી)

યદઙ્​ઘ્રિ-નખ-મણ્ડલ–પ્રસૃત-વારિ-પીયૂષ-યુગ્-

વરાઙ્ગ-હૃદયૈઃ કલિસ્ તૃણમિવેહ તુચ્છીકૃતઃ ।

વ્રજાધિપતિરિન્દિરા – પ્રભૃતિ-મૃગ્ય-પાદામ્બુજઃ

ક્ષણેન પરિતોષિતસ્તદનુગત્વમેવાસ્તુ મે ।।૬।।

(છંદ-પૃથ્વી)

અઘૌઘ-તમસાવૃતં કલિ-ભુજઙ્ગમાસાદિતમ્

જગદ્ વિષય-સાગરે, પતિતમસ્વધર્મે રતમ્ ।

યદીક્ષણ-સુધા-નિધિ સમુદિતોઽનુકમ્પામૃતાદ્

અમૃત્યુમકરોત્ ક્ષણાદરણમસ્તુ મે તત્પદમ્ ।।૭।।

।। ઇતિ શ્રીવિઠ્ઠલેશ્વરવિરચિતં શ્રીસ્ફુરત્કૃષણપ્રેમામૃતસ્તોત્રં સમ્પૂર્ણમ્ ।।

શ્રીહરિરાયજી કૃત પ્રાતઃ સ્મરણમ્

(છંદ – વંસતતિલકા)

પ્રાતઃ સ્મરેદ્ ભગવતો વર વિઠ્ઠલસ્ય,

પાદાર વિંદ-યુગલં સકલાર્થસિદ્​ધ્યૈ ।

યો વૈ વિતર્ક-તમસા પિહિતં સ્વભક્તં,

પ્રીતઃશમા દિવ-પુરોદિત-તિગ્મ રશ્મિઃ ।।૧।।

પ્રાતઃ સ્મરેન્, નમન-નિર્વૃતિદં મુરારેઃ,

પૂર્ણાવતાર-વર વિઠ્ઠલ પાદ પદ્મમ્ ।

માયા વિકૃત્ય-ગહનં ગત બંધુ લોકે,

યો વૈ સ્વમાર્ગ-મનયત્ કૃપયા પ્રપન્નમ્ ।।૨।।

પ્રાતર્ભજે-દમલ મૂર્તિ મનંત શકતેઃ,

શ્રીવિઠ્ઠલસ્ય જન તાપ-હરસ્ય નિત્યમ્ ।

યો વૈ જનસ્ય શતજન્મ-કૃતા પરાધં,

પાદા નતસ્ય કૃપયા-પનુનોદ સત્યમ્ ।।૩।।

પ્રાતર્નતા ભજત ભક્ત જનાઃ સશિષ્યા,

નારાયણં નરવરં દ્વિજ વિઠ્ઠલેશમ્ ।

ધર્માર્થ કામ ભવ-મોક્ષ દમં હસોરિં,

સંસાર દુઃખ શમનં ગુરુ-માદિ દેવમ્ ।।૪।।

પ્રાતર્જના, ગદત, નામ નરો ત્તમસ્ય,

શ્રીવિઠ્ઠલસ્ય હરિ-વલ્લભ-વલ્લભસ્ય ।

ઇષ્ટાર્થદં સુખ કરં મતિ માનદં ચ,

સર્વાઘ શોક શમનં ગદતો નરસ્ય ।।૫।।

યઃ શ્લોક પંચક-મિદં સતતં પઠેચ્યેત્,

સ સ્યાત્ સુખી, સુવિષયી વિદુષાં વરિષ્ઠઃ ।

દેવો પદેવ ગણ ભીતિ હરં ચ હારં,

સર્વા વતાર શમનં હરિ તોષણં ચ ।।૬।।

।। ઇતિ શ્રીહરિદાસોદિતં પ્રાતઃ સ્મરણં સંપૂર્ણમ્ ।।

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વનું ધોળ

પુષ્ટિમાર્ગનાં પાંચ તત્વ નિત્ય ગાયે જી,

તેના જન્મોજન્મના પાપ સર્વે જાયે જી. (૧)

શ્રીજી શ્રીનવનીત પ્રિયા સુખકારી જી,

સમરો શ્રીમથુરાનાથ કુંજબિહારી જી. (૨)

શ્રીવિઠ્ઠલેશ રાય દ્વારકેશ રાય ગિરિધારી જી,

શ્રીગોકુલચંદ્રમાજી શ્રીમદનમોહન પર વારી જી. (૩)

બીજું તત્વ શ્રીવલ્લભકુળને ભજીએ જી,

કુળ લોકલાજ ને કા’ન સર્વે તજીએ જી. (૪)

ત્રીજું તત્વ શ્રીગોવર્ધન – ગ્રંથ ગાઈએ જી.

ગમતું શ્રી નટવરલાલજીનું થાયે જી. (૫)

ચોથું તત્વ શ્રીયમુનાજીને જાણો જી,

કરો દર્શન ને પયપાન એ સુખ માણો જી. (૬)

પાંચમું તત્વ શ્રીવ્રજભૂમિજીને ગાઈએ જી,

નિત્ય ઊઠી વૈષ્ણવજન પદ રજ લઈએ જી. (૭)

પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી,

તો મન વાંછિત ફલ સરવે પાઈએ જી. (૮)

પાંચ તત્વ શિવ – બ્રહ્માદિકને દુર્લભ જી,

શ્રીવલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ કીધાં સર્વે સુલભ જી. (૯)

એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી જી,

એ લીલા ગાજો નિત્ય નર ને નારી જી. (૧૦)

શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્

।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।।


રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી


[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2014/01/Girirajdharyastakam.mp3|titles=Girirajdharyastakam]

(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)

સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.


ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી ।

કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।।

ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧)

વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી ।

ક્રીડારસાવેશતમોડભિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૨।।

વ્રજની ગોપીઓના યૂથમાં હંમેશાં વિહાર કરનારા, પોતાના શ્રીઅંગના અવયવોના તેજથી ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૨)

વેણુસ્વનાનંદિતપન્નગારી, રસાતલાનૃત્યપદપ્રચારી ।

ક્રીડન્ વયસ્યાકૃતિદૈત્યમારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૩।।

વાંસળીના શબ્દથી મયૂરોને નચાવનારા, રસાતલમાં પણ નૃત્ય પદને પ્રસારનારા, ક્રીડામાં વત્સાસુર દૈત્યનો સંહાર કરનારા, એવા શ્રીગિરિરાજધરણે શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૩)

પુલિન્દદારાહિતશમ્બરારી, રમાસદોદારદયાપ્રકારી ।

ગોવર્ધનેકન્દફલોપહારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૪।।

ભીલડીઓના હિતને માટે શંબર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કન્દ અને ફળોને આરોગનારા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૪)

કલિન્દજાકૂલદુકૂલહારી, કુમારિકાકામકલાવિતારી ।

વૃન્દાવને ગોધનવૃન્દચારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૫।।

યમુનાજીના તીર ઉપર કુમારિકાઓના ચીરને હરણ કરનારા, તેમને કામકલાપૂર્વક મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના ટોળામાં ફરનારા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૫)

વ્રજેન્દ્રસર્વાધિકશર્મકારી, મહેન્દ્રગર્વાધિકગર્વહારી ।

વૃન્દાવને કન્દફલોપહારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૬।।

નંદરાયજીનું અધિક કલ્યાણ કરનારા, ઈન્દ્રના પરમ ગર્વને દૂર કરનારા, વૃન્દાવનમાં કંદ અને ફળોને આરોગનારા, એવા શ્રી ગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૬)

મનઃકલાનાથતમોવિદારી, બંશીરવાકારિતતત્કુમારિઃ ।

રાસોત્સવોદ્વેલ્લરસાબ્ધિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૭।।

મનમાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરનારા ચન્દ્ર જેવા, બંશીના શબ્દથી વ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસમહોત્સવમાં ઊછળી રહેલા રસસાગરમાં વિહરતા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૭)

મત્તદ્વિપોદામગતાનુકારી, લુંઠત્પ્રસૂનાપ્રપદીનહારી ।

રામોરસસ્પર્શકરપ્રસારી મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૮।।

ઉન્મત્ત ગજેન્દ્રના સરખી ચાલથી ચાલનારા, પગની પાની સુધી ઝૂકી રહેલા પુષ્પોના દિવ્ય હારવાળા, શ્રીલક્ષ્મીજીના વક્ષઃસ્થળને સ્પર્શ કરવા કરકમલને લંબાવી રહેલા, એવા શ્રીગિરિરાજધરણ શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૮)

।। ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતં શ્રીગિરિરાજધાર્યાષ્ટકમ્ સમાપ્તમ્ ।।

ટૅગ્સ

આશ્રયનું પદ આસકરણજી ઓડીયો કલેઉનું પદ કુંભનદાસ કૃષ્ણદાસ ગો. શ્રીદ્વારકેશજી ગોવિંદસ્વામી ચતુર્ભુજદાસ છીતસ્વામી જગાવવાનું પદ જન્માષ્ટમીની વધાઈ જલવિહારલીલા (નાવ)નું પદ દયારામ નંદદાસજી પદ્મનાભદાસજી પરમાનંદદાસ પલનાનું પદ પૂ. ગો. શ્રી ઇન્દિરાબેટીજી બસંત આગમનનું પદ માધવદાસ મોટાભાઈ રથયાત્રાનું પદ રસિયા વિષ્ણુદાસ વ્રજરત્નદાસ ચી. પરીખ શૃંગારનું પદ શૃંગાર સન્મુખનું પદ શ્રીકૃષ્ણલીલાનાં ધોળ શ્રીગુસાંઈજી શ્રીનાથજી શ્રી પીયૂષભાઈ પરીખ શ્રીયમુનાજી શ્રી રમેશભાઈ પરીખ શ્રીવલ્લભનું પદ શ્રીવલ્લભાચાર્યજી શ્રીવ્રજપતિજી શ્રીવ્રજાધિશજી શ્રીહરિરાયજી સિદ્ધાંત પદ સૂરદાસ સૂરશ્યામ હિંડોળાનું પદ હૃષિકેશજી