વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૭)

તબક્કાવાર આપણે દર્શન કરી રહ્યાં છીએ. પહેલો વસંતનો તબક્કો હતો. બીજો ધમારનો તબક્કો હતો અને આ ત્રીજો જે તબક્કો છે એ છે ફાગનો તબક્કો. ફાગની અંદર હોળી એ રીતે રમાય છે કે બધા ટોળીઓમાં ઘરમાંથી બહાર નીકળે. ઉછળતા, કૂદતા, નાચતા, ગાતા, બજાવતા, પોતપોતાની મંડળીઓમાં નીકળે. અત્યાર સુધી સિંગપોરીમાં (સિંહપોળમાં) હતા. હવે સિંગપોરીમાંથી ગલીઓમાં જાય છે.…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૬)

એકવાર શ્રીગુસાંઈજી બહારગામ પધાર્યા. શ્રીગિરિધરજીને ભાવના જાગી કે અમારા સતધરામાં શ્રીજીબાવાને પધરાવીએ. સતધરા એટલે સાત બાળકોનાં ઘર. શ્રીગોવર્ધનનાથ યે ગિરિધરકો મન પાય । હોરી ખેલન મધુપુરી ચલન કહ્યો મુસકાય ।। શ્રીગોવર્ધનકી શિખરતેં ગિરિધરલાલ સુજાન । પધરાયે ગિરિધરનકો નિજ ઈચ્છા પહિચાન ।। સોહલસોં તેઈસકે કૃષ્ણપુરી મધુ આપ । ફાગુન વદ સાતમ સુભગ કર્યો મનોરથ હર્ષાય ।।…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૫)

કામનાં પાંચ બાણ છે. કામ સ્વરૂપે કૃષ્ણ બિરાજે છે અને કામ સ્વરૂપે ભક્તોના હૃદયને ખેંચી રહ્યા છે. દીપન, શોષણ, સંમોહન, તાપન અને ઉન્માદ આ કામનાં પાંચ બાણો છે. એના દ્વારા કૃષ્ણ ભક્તોને વીંધીને પોતાની તરફ ખેંચી રહ્યા છે એટલે આ જે કળશ છે એમાં પધરાવેલાં આમ્રમંજરી વગેરે ઉદ્દીપન ભાવો છે. ભક્તમાં જ્યારે પ્રેમનું ઉદ્દીપન થાય…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૪)

શ્રીગુસાંઈજીએ સંસ્કૃતમાં દાનલીલા લખી છે. એની પૂર્ણાહુતિમાં એમણે એક પંક્તિ લખી છે. ઈતિ શ્રીમદ્‌ વ્રજેશસ્ય તત્પ્રિયાણાં ચ વાંછિતમ્‌ મિત સર્વસ્વ દાનમ્‌ વિઠ્ઠલઃ સ્વાશ્રયે કરો. શ્રી વ્રજેશ અને વ્રજેશની પ્રિયાઓએ પરસ્પર જે દાન કર્યું, એ પોતાના હૃદયમાં બિરાજે એવી શ્રીગુસાંઈજી ભાવના કરે છે. આવાં ગોપીજનોનો પ્રેમ શ્રીઠાકોરજીમાં સહજ છે. શ્રીઠાકોરજીએ પોતે દાન કરેલો છે. એમની સમગ્ર…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૩)

આનંદ સિંધુ બઢ્યો હરિ તનમેં । શ્રીશ્યામા પૂરણ શશિમુખ નિરખત, ઉમગ ચલ્યો વ્રજવૃંદાવનમેં ।।૧।। ઈત રોક્યો જમુના ઉત ગોપી, કછુક ફૈલ પડ્યો ત્રિભુવનમેં । ના પરસ્યો કર્મિષ્ઠ અરુ જ્ઞાની, અટક રહ્યો રસિકન કે મનમેં ।।૨।। મંદમંદ અવગાહત બુદ્ધિબલ, ભક્ત હેત નિત પ્રત છિનછિનમેં । કછુક નંદસુવનકી કૃપા તેં સો દેખિયત પરમાનંદ જનમેં ।।૩।। સમગ્ર વસંતલીલામાં…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૨)

પહેલાં ચક્ષુપ્રીતિ થાય છે. પ્રેમ કઈ રીતે પ્રવૃત્ત થાય એની એક પ્રક્રિયા શાસ્ત્રોએ બતાવી છે. લાગાલાગી લોચન કરે નાહક મન જરી જાય. પછી મનસંગઃ થાય. જે વસ્તુ આંખોથી મનમાં-અંતરમાં ઉતરી હોય એ મનની અંદર ઘોળાયા કરે. એટલે આસક્તિ વધે. પછી સંકલ્પોત્પત્તિ થાય. સતત પ્રેમીને મળવા માટે મનમાં સંકલ્પો થયા કરે. એ મળવાનો રસ્તો શોધ્યા કરે.…

વસંતોત્સવ – જગ હોરી, વ્રજ હોરા (ભાગ-૧)

પુષ્ટિમાર્ગીય ઉત્સવપરંપરામાં વસંતોત્સવનું આગવું મહત્વ છે. વસંતને ઋતુરાજ કહ્યો છે. વસંત ઋતુના માસ તો છે ફાગણ અને ચૈત્ર, પરંતુ આપણે ત્યાં વસંતોત્સવ શરૂ થાય વસંતપંચમીથી. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાંથી થાય. પરિણામે પુષ્ટિમાર્ગમાં ૪૦ દિવસ પહેલાંથી વસંતોત્સવની ઉજવણી શરૂ થાય. વ્રજભક્તો સાથે પ્રભુ ૪૦ દિવસ હોરી ખેલે. ભગવદીયો હોરીખેલની…

શ્રાવણી પર્વ (૭)

આજે શ્રાવણ વદ ચોથ. પ. પૂ. ગો. ૧૦૮ ઇન્દિરાબેટીજી મહોદયા – પૂ. શ્રી જીજીનો મગંલ જન્મદિવસ. આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ તેમજ આપશ્રીના શ્રીચરણોમાં સદૈન્ય દંડવત્પ્રણામ સાથે અનેકાનેક શુભકામનાઓ પાઠવતાં ધન્યતા અનુભવીએ છીએ. આ મંગલ જન્મદિવસના ઉપલક્ષમાં શ્રાવણી પર્વ અંતર્ગત આપણે આપશ્રી રચિત કેટલાંક સુંદર કાવ્યો માણ્યાં. આ ભક્તિસભર રચનાઓ આપશ્રીના વૈવિધ્યસભર વ્યક્તિત્વનું મહત્વનું પાસું…

શ્રાવણી પર્વ (૬)

મુજને મેળાવ રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા ———————————————————————————————- [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/shravani-parva-6.mp3|titles=shravani parva-6] હો… યમુના તારા માધવશું… મુજને મેળાવ મારા મનડાનો મોર મારા આંગણે નચાવ… હો… હે યમુના તારા. મારા કેશમાં મોગરાનો… ગજરો ગૂંથાવ મારી સેંથીમાં સિન્દુર એના હાથનું પુરાવ… મારા મનડાનો મોર. મને કાળા તે રંગની…. કંચૂકી પહેરાવ મારા કંઠે કઠુલો એના રંગનો જડાવ….…

શ્રાવણી પર્વ (૫)

રાસ રમાડે સાંવરિયો રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા —————————————————————————————- રસમાં ઘોળી, રંગમાં રોળી; રાસ રમાડે…. સાંવરિયો. (૧) શ્રીજી મારો શ્યામ દુલારો, મધુકર કાળો…. ભમ્મરીયો. (૨) વેણુ વાગી, રસ અનુરાગી, મનમાં મલકે…. ચાંદલિયો. (૩) શ્રીજી મારો શ્યામ દુલારો, નાચે ઘેઘૂર…. ઘમ્મરીયો. (૪) નાકે વાળી, આપે તાળી, હડપચીએ છે…. હીરલિયો. (૫) શ્રીજી મારો શ્યામ…