શ્રીમહાપ્રભુજીનું ધ્યાન

(છંદઃ શાર્દૂલવિક્રીડીત) સૌન્દર્યં નિજહૃદ્​ગતં પ્રકટિતં, સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તદન્તરગતં, પ્રાવીવિશત્ સ્વપ્રિયે । સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ, કૃષ્ણો હિ યત્સાક્ષિકં રૂપં તત્ ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભમ્ ।। ભાવાર્થઃ શ્રીઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતાં શ્રીસ્વામિનીજીના સ્ત્રીગૂઢભાવાત્મક સૌન્દર્યસ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રીસ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રીઠાકોરજીનું પુંભાવાત્મક સૌન્દર્યસ્વરૂપ પણ પ્રકટ થયું. આમ, બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારનાં સૌંદર્યસ્વરૂપોને શ્રીઠાકોરજીએ…

પુષ્ટિશિક્ષા

પુષ્ટિશિક્ષા શ્રીગોકુળનાથજીના સેવક, જેઓ ‘મોટાભાઈ’ના નામથી પ્રસિદ્ધ હતા, તેમણે સેવા ઉપર ‘પુષ્ટિમાર્ગીય શિક્ષા’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે, જે વૈષ્ણવોએ હૃદયમાં ઉતારી લેવા જેવું છેઃ અનુવાદકઃ શ્રી વ્રજરત્નદાસ પરીખ (દોહા) આ મારગનું મૂળ, ફળ, શ્રીવલ્લભ સિદ્ધાંત, કરવી સેવા કૃષ્ણની, અવિચ્છિન્ન પ્રેમાંત. ભગવદીય કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ એક જ છે. અખંડ પ્રેમપૂર્વક તમે…